એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 13th February 2020

હાર્વર્ડ અને યલે યુનિવર્સીટી પાસે વિદેશી ફંડનો હિસાબ માગતું યુ.એસ.ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન : કતાર ,ચીન ,સાઉદી અરેબિયા ,યુએઈ સહિતના દેશોએ આપેલા કરોડો ડોલરનો હિસાબ આપો : સ્ટુડન્ટ્સ ,ડોનર્સ ,તથા સ્પોન્સર્સને પારદર્શક વહીવટ માટે હિસાબ માંગવાનો અધિકાર છે : ખાતાકીય તપાસ શરૂ

વોશિંગટન : અમેરિકાના ન્યુહેવન કનેક્ટિકટમાં આવેલી યલે યુનિવર્સીટી તથા કેમ્બ્રિજ મેસ્સેચ્યુએટ્સમાં આવેલી હાર્વર્ડ યુનિવર્સીટીને વિદેશોમાંથી મળેલા ફંડનો યુ.એસ.ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનએ હિસાબ માંગ્યો છે જેમાં જણાવ્યા મુજબ આ બંને યુનિવર્સીટીઓએ છેલ્લા 4 વર્ષ દરમિયાન કતાર ,ચીન,સાઉદી અરેબિયા ,યુએઈ સહિતના દેશોમાંથી મેળવેલા કરોડો ડોલરનો હિસાબ આપ્યો નથી.જે સ્ટુડન્ટ્સ ,ડોનર્સ ,સ્પોન્સર્સ સહિતનાઓ આપવા તેઓ બંધાયેલા છે અને આ હિસાબ માંગવાનો તેમને અધિકાર છે.જે પારદર્શક વહીવટ માટે જરૂરી હોવાનું જણાવી આ અંગે તપાસ શરૂ કરી દેવાઈ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:45 pm IST)