એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 12th February 2020

સિંગાપોરમાં 3 બાંગ્લાદેશી મહિલાઓના શોષણ બદલ ભારતીય મૂળના દંપતીને જેલ : નાઈટ ક્લબમાં ડાન્સ માટે રાખેલી મહિલાઓને વેતન નહીં આપવાના ,પાસપોર્ટ કબજે કરી લેવાના, તથા દેહ વ્યાપારમાં ઘસેડવા સહિતના આરોપો


સિંગાપોર : સિંગાપોર સ્થિત ભારતીય મૂળના દંપતીને કોર્ટએ 5 વર્ષ અને 6 માસની જેલસજા ફરમાવી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ ભારતીય મૂળના આ દંપતીએ નાઈટ ક્લબમાં ડાન્સ માટે રાખેલી 3 મહિલાઓ પૈકી 2 પગાર આપ્યો નહોતો તથા એકને દેહવ્યાપારમાં ઘસેડવાનો આરોપ હતો.દંપતીએ આ મહિલાઓના પાસપોર્ટ પણ પોતાના કબ્જામાં રાખ્યા હતા આથી મહિલાઓના શોષણ બદલ તેઓને ઉપરોક્ત સજા ફરમાવાઈ હતી.જે ફેંસલા વિરુદ્ધ દંપતી અપીલ કરવાની તૈયારીમાં છે તેવું જાણવા મળે છે.

(12:31 pm IST)