અમેરિકાના ડલાસમાં પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી : ધ્વજ વંદન બાદ CAA અને NRC ના સમર્થનમાં રેલીનું આયોજન કર્યું
ટેક્સાસ : 26 જાન્યુઆરી ના રોજ સવારે 9-30 વાગે ડલ્લાસની સર્વે સામાજિક ધાર્મિક સંસ્થાઓ દવારા ભારતના પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવેલ પ્રથમ ઘ્વજવંદન કરવામાં આવેલ ગાંધી મેમોરિયલ પાર્ક માં સૌ ભેગા થયા હતા ડલ્લાસ માં વસતા દેશ પ્રેમીઓને CAA અને NRCC અંગેની સમજણ આપવામાં આવેલ ડો. કિરણ પારેખ, પ્રશાંત પટેલ તેમજ દિલીપ શાહ અને આત્મન રાવલ દવારા CAA અને NRC ની સમજણ આપવામાં આવેલ લોકોમાં જે ગેરસમજૂતી હતી તે દૂર કરી હતી ભારત માં વસતા દેશ વિરોધી તેમજ સત્તા લાલાચું વિરોધી પક્ષને હેઠા પાડવા ને દેશ ને વધુ સુરક્ષિત બનાવની હાકલ કરી હતી દેશ પ્રેમ ના ગીતો ગાઇ ને સમારંભ પૂરો કરેલ સવાર ની કાકડાડતી ઠંડીમાં દેશ પ્રેમ અને દેશ દાઝ ધરાવતા સેંકડો લોકોએ હાજરી આપી હતી વંદેમાતરમ અને જયહિંદનાં નારા ગુંજતા હતા
લગભગ 200 થી વધુ ભાઈ બહેનોએ હાજરી આપેલ તેવું શ્રી સુભાષ શાહની યાદી દ્વારા જાણવા મળે છે.