એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 15th February 2018

યુ.એસ.ની મિચીગન વિદ્યાનસભામાં ઉમેદવારી નોંધાવતા સુશ્રી પદમા કુપ્‍પાઃ ઇન્‍ફાસ્‍ટ્રકચર, શિક્ષણ સહિતના મુદે એક માત્ર ડેમોક્રેટ ઉમેદવાર તરીકે મેદાનમાં

મિચીગનઃ યુ.એસ.માં મિચીગનના ૪૧મા ડીસ્‍ટ્રીકટમાંથી સ્‍ટેટ વિધાનસભામાં ઇન્‍ડિયન અમેરિકન સોશીઅલ વર્કર મહિલા સુશ્રી પદમા કુપ્‍પાએ ૧ ફેબ્રુ.ના રોજ ઉમેદવારી નોંધાવી છે.

સુશ્રી પદમા એક જ ડેમોક્રેટ ઉમેદવાર છે. જો ૭ ઓગ.ના યોજાનાર પ્રાઇમરી ચૂંટણી સુધીમાં અન્‍ય કોઇ ઉમેદવારી નહીં નોધાવાય તો તેઓ ૬ નવેં.ના રોજ યોજાનારી આખરી ચૂંટણીમાં રિપબ્‍લીકન ઉમેદવારનો સામનો કરશે.

તેઓ ઇન્‍ફાસ્‍ટ્રકચર,શિક્ષણ સહિતના મુદાઓને ધ્‍યાને લઇ ચૂંટણી લડવા માંગે છે. તેમના મત વિસ્‍તારમાં ૨૫ ટકા લોકો વિદેશી મૂળના છે જેમની વચ્‍ચે એકતા સાધવામાં સુશ્રી પદમાનું મહત્‍વનું યોગદાન છે.

(12:02 am IST)