એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 15th February 2018

યુ.એસ.માં ઓનલાઇન રીટેલ વેપાર કરતી કંપની વેફેરએ ભગવાન ગણેશના ફોટાવાળા કટીંગ બોર્ડ વેચાણમાં મુકયાઃ હિન્‍દુઓની લાગણી દુભાતી હોવાની શ્રી રાજન ઝેડની રજુઆતને માન આપી ૨૪ કલાકમાં જ બોર્ડ વેચાણમાંથી પાછા ખેંચી માફી માંગી

વોસ્‍ટનઃ યુ.એસ.ના બોસ્‍ટનમાં હોમ ડેકોરેશન આઇટમનો ઓનલાઇન રીટેલ વેપાર કરતી જાયન્‍ટ કંપની ‘વેફેર'એ ભગવાન ગણેશની કટીંગ કરેલા બોર્ડ વેચાણ માટે દર્શાવ્‍યા હતા.

આથી યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્‍દુઝમના પ્રેસિડન્‍ડ નેવાડા સ્‍થિત શ્રી રાજન ઝેડએ કંપનીને જણાવ્‍યું હતું કે ભગવાન ગણેશ હિન્‍દુઓની પૂજા માટે છે. જે મંદિરોમાં મુકાયેલી મૂર્તિ દ્વારા પૂજાય છે.

તેમના ફોટા વાળા કટીંગ બોર્ડ મુકવાથી હિન્‍દુઓની ધાર્મિક લાગણી દુભાય છે. તેથી આ કટીંગ બોર્ડ બજરમાંથી પાછા ખેંચી લેવા વિનંતી કરી હતી.

શ્રી રાજન ઝેડની વિનંતીને માન આપી કંપનીએ ૨૪ કલાકમાં જ આવા બોર્ડ પાછા ખેંચી લીધા હતા. તથા કંપનીના શ્રી સુસાનએ હિન્‍દુઓની લાગણી દુભાવવા બદલ માફી માંગી હતી. આથી શ્રી રાજનએ તેમનો આભાર માન્‍યો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:59 pm IST)