અમેરિકાના ન્યૂ જર્સીમાં એડિસન ટાઉનશિપ મેયર તરીકે સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકનનો રેકોર્ડ શ્રી “સેમ” જોશીના નામે : 5 જાન્યુઆરી, 2022 ના રોજ એડિસન ટાઉનશિપના મેયર તરીકે શપથ લેનાર સૌથી યુવા મેયર બન્યા
એડિસન ન્યુજર્સી : અમેરિકાના ન્યૂ જર્સીમાં એડિસન ટાઉનશિપ મેયર તરીકે સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકનનો રેકોર્ડ શ્રી “સેમ” જોશીના નામે નોંધાયો છે.સાથોસાથ 5 જાન્યુઆરી, 2022 ના રોજ એડિસન ટાઉનશિપના મેયર તરીકે શપથ લેનાર સૌથી યુવા મેયર બનવાનો રેકોર્ડ પણ તેમના નામે નોંધાયો છે.
શપથ ગ્રહણ સમારોહ જેપી સ્ટીવન્સ હાઈસ્કૂલ, જોશીના અલ્મા માટર ખાતે યોજાયો હતો.
જોશીના માતા-પિતા 34 વર્ષ પહેલાં ભારતમાંથી સ્થળાંતર કરીને એડિસનમાં સ્થાયી થયા હતા, જ્યાં તેઓએ એક સુવિધા સ્ટોર ખોલ્યો હતો અને ઘર ખરીદવા અને પરિવારને ઉછેરવા માટે કામ કર્યું હતું જેથી તેમના બાળકોને અસંખ્ય તકો મળે.
નવ નિયુક્ત મેયર શ્રી જોશીએ જણાવ્યું અમે સ્થાનિક સરકારમાં શ્રેષ્ઠતાનું નવું ધોરણ સ્થાપિત કરીશું, અને રહેવાસીઓ ગર્વ અનુભવી શકે તેવી આધુનિક, કાર્યક્ષમ, પ્રામાણિક સરકાર ચલાવવા માટે હું દરરોજ મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. તેવું એન આર આઈ પલ્સ દ્વારા જાણવા મળે છે.