એન. આર. આઈ. સમાચાર
News of Friday, 10th December 2021

વર્તમાન સમયમાં ગીતા જ્ઞાનનું મહત્વ : કર્મયોગી શ્રી જીણાભાઇ કણસાગરાની જન્મ શતાબ્દિ તથા શ્રીમદ ભગવત ગીતા જયંતિ નિમિત્તે ૧ર ડીસે. રવિવારના રોજ યોજાનારો વેબિનાર : વકતા તરીકે કન્સલ્ટન્ટ ફીઝીશીયન તથા લેખક ડો. કમલ પરીખ ઉદ્બોધન કરશે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી, તા. ૧૦ : અનીડા ગામના શિલ્પી ''પૂજયભાઇ'' ના ઉપનામથી પ્રસિધ્ધ અને લોકલાડીલા શ્રી જીણાભાઇ દેવરાજભાઇ કણસાગરા (માજી ધારાસભ્યશ્રી કુંકાવાવ-વડીયા-બાબરા) ની ૧૦૦ મી જન્મજયંતિ તથા શ્રીમદ ભગવત ગીતા જયંતિ નિમિત્તે ૧ર ડીસે. ર૦ર૧ રવિવારના રોજ વેબિનારનું આયોજન કરાયું છે.

જેનો વિષય છે વર્તમાન સમયમાં ગીતાજ્ઞાનનું મહત્વ જેના વકતા તરીકે કન્સલ્ટન્ટ ફીઝીશીયન તથા લેખક ડો. કમલ પરીખ ઉદ્બોધન કરશે. તથા રીટાયર્ડ યુરોલોજીસ્ટ અને યોગ ટીચર, અમેરિકા ડો. પ્રદીપ જે કણસાગરા હાજર રહેશે.

વેબિનારનો સમય સાંજે ૯-૩૦ કલાકનો રાખવામાં આવ્યો છે. જે અમેરિકા  EST 11-00 am PST 8-00 am છે. વેબિનારમાં જોડાવા માટે ઝુમ કિલક કરો. જેનો આઇ.ડી. ૮૪૭ ૩૧૯ર ૧૩પ૬ તથા પાસવર્ડ gitagyan છે.

કર્મયોગી, દીર્ધદૃષ્ટા પ્રખર કેળવણીકાર તથા સમાજ સુધારક મહામાનવ શ્રી જીણાભાઇ કણસાગરાના જીવનમાંથી પ્રેરણા મળે તે માટે આ વેબિનારનું આયોજન કરાયું છે. સહુ મિત્રોને પરિવાર સાથે જોડાવા કણસાગરા પરિવાર, સમસ્ત અનીડા ગ્રામજનો જોય એકેડેમી તથા ઓમ DCGCY Group દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

(1:39 pm IST)