એન. આર. આઈ. સમાચાર
News of Friday, 15th January 2021

અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બિડનના પત્નીની મીડિયા ટીમમાં ભારતીય મૂળની મહિલા સુશ્રી ગરિમા વર્માને સ્થાન : દેશના આગામી પ્રથમ મહિલા જીલ બિડનની ઓફિસમાં ડિજિટલ ડિરેક્ટર તરીકે નિમણુંક

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે  ચૂંટાઈ આવેલા જો બિડન 20 જાન્યુઆરીથી સત્તાના સૂત્રો સંભાળશે.તેમના પત્ની જીલ બિડન અમેરિકાના પ્રથમ મહિલા બનશે.જેમની મીડિયા ટીમમાં ભારતીય મૂળની મહિલા સુશ્રી ગરિમા વર્માને ડિજિટલ ડિરેક્ટર તરીકે નિમણુંક આપવામાં આવી છે.

ભારતમાં જન્મેલા અને અમેરિકાના ઓહિયો તથા કેલિફોર્નિયામાં ઉછરેલા અને ભણેલા સુશ્રી ગરિમા વર્મા પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન તથા વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ભારતીય મૂળના સુશ્રી કમલા હેરિસના પ્રચાર અભિયાનમાં શામેલ હતા.

ત્યાર પહેલા તેઓ ટેલિવિઝન ક્ષેત્રે તેમજ મીડિયા વિભાગમાં પણ કામગીરી બજાવી ચુક્યા છે.ઉપરાંત અનેક નોનપ્રોફિટ સંસ્થાઓમાં સેવાઓ આપી રહ્યા છે.

(7:38 pm IST)