એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 12th January 2021

અમેરિકાની સંસદ ઉપર ટ્રમ્પના સમર્થકો દ્વારા કરાયેલા હુમલાને ઇન્ડિયન અમેરિકન રિપબ્લિકન અગ્રણી મહિલા શુશ્રી નીક્કી હેલીએ વખોડી કાઢ્યો : યુ.એન.ખાતેના પૂર્વ રાજદૂત સુશ્રી નિક્કીએ ડોનાલ્ડ ટ્રમ્પની સમર્થકો માટેની ટિપ્પણી પણ ગેરવ્યાજબી ગણાવી : 2024 ની સાલના રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડન્ટ પદના સંભવિત ઉમેદવાર ગણાતાં સુશ્રી નીક્કી ડોનાલ્ડ ટ્રમ્પના વાણી વર્તનથી નારાજ

કોલંબિયા : અમેરિકાના પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં પરાજિત જાહેર થયેલા પરંતુ હજુ સુધી પોતાને વિજયી ગણાવતાં તથા ચૂંટણીમાં ઘાલમેલ થઇ હોવાનો આક્ષેપ કરતા ડોનાલ્ડ ટ્રમ્પ વિષે તેમની જ રિપબ્લિકન પાર્ટીના અગ્રણી ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નીક્કી હેલીએ ભારે ટીકા કરી છે.

સુશ્રી નિક્કીએ અમેરિકાની સંસદ ઉપર ટ્રમ્પના સમર્થકો દ્વારા કરાયેલા હુમલાને ઇન્ડિયન અમેરિકન રિપબ્લિકન અગ્રણી મહિલા શુશ્રી નીક્કી હેલીએ વખોડી કાઢ્યો હતો.તેમજ  ડોનાલ્ડ ટ્રમ્પની સમર્થકો માટેની  ટિપ્પણી પણ ગેરવ્યાજબી ગણાવી હતી.તથા ટ્રમ્પના વર્તન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે સુશ્રી નીક્કી 2024 ની સાલના રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડન્ટ પદના સંભવિત ઉમેદવાર ગણાય છે.જેઓ 7  જાન્યુઆરીના રોજ રિપબ્લિકન નેશનલ વિનર કમિટીમાં બોલી રહ્યા હતા.

(7:55 pm IST)