એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 12th January 2021

ઇન્ડિયન અમેરિકન હિરેનકુમાર ચૌધરીને 20 વર્ષની જેલ : મની લોન્ડરીંગ કેસ સાબિત : સજાનો અમલ 1 એપ્રિલ 2021 થી

શિકાગો : અનેક મોટી ઉંમરના લોકો સાથે મની લોન્ડરીંગ દ્વારા છેતરપિંડી કરવાના આરોપસર શિકાગો સ્થિત ઇન્ડિયન અમેરિકન 27 વર્ષીય હિરેનકુમાર ચૌધરીને ફેડરલ કોર્ટએ 20 વર્ષની જેલ સજા ફરમાવી છે. જેનો અમલ 1 એપ્રિલ 2021 થી થશે.

તેણે બનાવટી પાસપોર્ટ ,ખોટા નામ તથા ખોટા સરનામાં સાથે જુદી જુદી બેંકોમાં ખાતા ખોલાવ્યા હતા.તથા ટેલીમાર્કેટિંગ સ્કીમ દ્વારા જુદા જુદા સરકારી ડિપાર્ટમેન્ટના નામે અનેક લોકોને ફોન કરી પોતાના ખાતામાં રકમ જમા કરાવી દેવા કહ્યું હતું.બાદમાં તે રકમ ઉપાડી લેતો હતો.
તેના ઉપરનો આરોપ પુરવાર થતા ઉપરોક્ત સજા ફરમાવાઈ છે.તેવું ધ.ટી.દ્વારા જાણવા મળે છે.

(12:24 pm IST)