એન. આર. આઈ. સમાચાર
News of Monday, 13th January 2020

અમેરિકાના કેલિફોર્નિયામાં માલિબુ હિન્દૂ ટેમ્પલના ઉપક્રમે નવા વર્ષના આગમનને વધાવાયું : કોંગ્રેસમેન બ્રાડ શેરમેનએ હાજરી આપી ઉદબોધન કર્યું

કેલિફોર્નિયા : અમેરિકાના કેલિફોર્નિયામાં માલિબુ હિન્દૂ ટેમ્પલના ઉપક્રમે નવા વર્ષના આગમનને વધાવવા 31 ડિસેમ્બર તથા 1 જાન્યુઆરીના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.જે અંતર્ગત ભજન,કીર્તન ,આરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું જેમાં વિશાળ સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા.મંદિરને શણગારાયું હતું જે ભારતના તિરુપત્તિ બાલાજી મંદિર સમાન લાગતું હતું આ તકે કોંગ્રેસમેન બ્રાડ શેરમેનએ હાજરી આપી ઉદબોધન કર્યું હતું બાદમાં 5 જાન્યુઆરીના રોજ વૈકુંઠ એકાદશી ઉજવાઈ હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:21 pm IST)