એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 14th December 2019

જયુરી સમક્ષ ખોટુ બોલી ગેરમાર્ગે દોરવા બદલ ઇન્ડિયન અમેરિકન મહિલાને ૨ વર્ષની જેલસજા

શિકાગોઃ અમેરિકાના શિકાગોમાં આવેલ કુક કાઉન્ટી સર્કિટ કોર્ટના કલાર્કની ઓફિસના ઉચ્ચ હોદો ધરાવતા ઇન્ડિયન અમેરિકન મહિલા બિના પટેલને જયુરી સમક્ષ ખોટી જુબાની આપવા બદલ ર વર્ષની જેલસજા થઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

બિના પટેલએ સર્કિટ કલાર્ક માટે ફંડ રાઇઝર્સને કયારેય ટિકિટ વેચી ન હોવાનું જણાવ્યું હતું.

જયુરી સમક્ષ ખોટુ બોલી ગેરમાર્ગે દોરવાના પ્રયાસ બદલ તેને ઉપરોકત સજા ફરમાવાઇ હતી.

(9:02 pm IST)