એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 12th December 2019

''સખી'': સાઉથ એશિયન મહિલાઓ, બાળકો, તથા કોમ્યુનીટી સેવા માટે કાર્યરત નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશનઃ યુથ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ માટે શ્રી રમેશ તથા સુશ્રી કલ્પના ભાટીઆ ફેમિલી ફાઉન્ડેશનનું ૩ લાખ ડોલરનું ડોનેશન

ન્યુયોર્કઃ સાઉથ એશિયન મહિલાઓ, યુવા સમુહ, તેમજ કોમ્યુનીટી સેવા માટે કાર્યરત નોનપ્રોફિટ ''સખી''ને શ્રી રમેશ તથા કલ્પના ભાટીઆ ફેમીલી ફાઉન્ડેશનએ ૩ લાખ ડોલરની ભેટ આપી છે.

આ રકમનો ઉપયોગ યુથ મેન્ટલ હેલ્થ કાઉન્સેલીંગ પ્રોગ્રામ તથા સર્ટિફાઇડ મેન્ટલ હેલ્થ કાઉન્સેલર માટે કરાશે.

જાતિય ભેદભાવ દુર કહી મહિલાઓ ઉપર આચરાતી હિંસા અટકાવવા તથા બાળકોની સુરક્ષા માટે કાર્યરત આ સખીના એકઝીકયુટીવ વાઇસ પ્રેસિડન્ટ સુશ્રી કવિતા મેહરાએ ઉપરોકત રકમથી ઓર્ગેનાઇઝેશનની કામગીરીને વેગ મળશે તેમ જણાવ્યું હતું.

(8:10 pm IST)