એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 14th December 2017

‘‘વિક્રમ ચૌધરી યોગા ઇન્‍ક'' : ૯ નવેં. ના રોજ નાદારી નોંધાવ્‍યા બાદ ૩૦ નવેં. થી કંપનીને ફરીથી સજીવન કરવાનો લોયરનો પ્રયાસ : અમેરિકામાં યોગગુરૂ વિરૂધ્‍ધ મહિલાઓએ કરેલી યોન શોષણની ફરિયાદોનું વળતર ચૂકવવા ફરીથી યોગ કલાસ ચાલુ કરવાનો હેતુ

કેલિફોર્નિયા : યુ.એસ. સ્‍થિત વિક્રમ ચૌધરી યોગા ઇન્‍ક. એ ૯ નવેં. ર૦૧૭ ના રોજ નાદારી નોંધાવવા માટે અરજી  કર્યા બાદ હવે ૩૦ નવેં. ના રોજ તેના વકીલએ કંપનીને ફરીથી સજીવન કરવાનો પ્રયત્‍ન શરૂ કર્યો હોવાનું સમાચાર સુત્રો  દ્વારા જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે યોગગુરૂ વિક્રમ ચૌધરી ઉપર તેની યોગ પ્રકટોશ્‍નર મહિલાઓ, સ્‍ટુડન્‍ટસ, ઇન્‍સ્‍ટ્રકટર્સ, ટીચર્સ, ટ્રેની સહિતની મહિલાઓએ સેકસ હુમલાઓ તથા યોન શોષણના આરોપસર કરેલા કોર્ટ કેસ અનુસંધાને લાખો ડોલરના વળતર ચૂકવવા પડે તેમ હોય ૯ નવેં. ના રોજ નાદારી નોંધવવાની અરજી કર્યા બાદ હવે કંપનીને સજીવન કરવાથી ફરિયાદીઓને વળતર ચૂકવી શકાહશે તેવું લાગવાથી ૩૦ નવેં. ના રોજ તેના લોયર કંપનીને સજીવન કરવા માંગતા હોવાનું જાણવા મળે છે.

(9:18 pm IST)