એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 12th December 2017

યુ.એસ.ની એમોરી યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડન્‍ટ શ્રી અજય નાયર આર્કાડીયા યુનિવર્સિટીના પ્રેસિડન્‍ટ બનશેઃ ૨ એપ્રિલ ૨૦૧૮ થી સૌપ્રથમ અશ્વેત પ્રેસિડન્‍ટ બનવાનો વિક્રમ સર્જાશેઃ

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં એમોરી યુનિવર્સિટીના સિનીયર વાઇસ પ્રેસિડન્‍ટ તથા કેમ્‍પસ લાઇફના ડીન તરીકે ફરજ બજાવતા ઇન્‍ડિયન અમેરિકન શિક્ષણશાસ્‍ત્રી અજય નાયરની આર્કાડીયા યુનિવર્સિટીના પ્રેસિડન્‍ટ તરીકે નિમણુંક થઇ છે. તેઓ ૨ એપ્રિલ ૨૦૧૮ તી હોદો સંભાળશે. આ અગાઉ તેઓ યુનિવર્સિટી ઓફ પ્રેન્‍સિલવેનિઆ, કોલમ્‍બીઆ યુનિવર્સિટી, તેમજ યુનિવર્સિટી ઓફ વર્જીનીઆમાં નેતૃત્‍વનો લાભ આપી ચૂકયા છે. આર્કાડીયા યુનિવર્સિટીમાં પ્રેસિડન્‍ટ તરીકે નિમણુંક પામનાર તેઓ સૌપ્રથમ અશ્વેત વ્‍યક્‍તિ છે.

(9:54 pm IST)