એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 12th December 2017

યુ.એસ.માં નેશનલ યંગ આર્ટસ ફાઉન્‍ડેશન દ્વારા ૨૦૧૮ની સાલ માટે પસંદ કરાયેલા ૭૫૦ સ્‍કોલર્સમાં ૧૪ ઇન્‍ડિયન અમેરિકનઃ ૧૫ થી ૧૮ વર્ષ વચ્‍ચેની વયના ૧૦ થી ૧૨મા ગ્રેડમાં અભ્‍યાસ કરતા ૪૭ સ્‍ટેટના યુવા કલાકારો વચ્‍ચેની સ્‍પર્ધામાં હીર ઝળકાવ્‍યું: તમામ કલાકારોને ૧૦ હજાર ડોલરના ઇનામ સાથે વિવિધ સ્‍થળોએ કલા નિદર્શનની તક અપાશે

વોશીંગ્‍ટનઃ યુ.એસ.માં નેશનલ યંગ આર્ટસ ફાઉન્‍ડેશન દ્વારા ૨૦૧૮ની સાલ માટે વીઝયુઅલ, લિટરરી, ડીઝાઇન તથા પર્ફોર્મીગ આર્ટસ માટે પસંદ કરેલા ૭૫૦ ઉપરાંત સ્‍કોલર્સમાં ૧૪ ઇન્‍ડિયન અમેરિકન કલાકારોએ સ્‍થાન મેળવ્‍યું છે.

૧૫ થી ૧૮ વર્ષ વચ્‍ચેની વય ધરાવતા ૧૦ થી ૧૨મા ગ્રેડમાં અભ્‍યાસ કરતા આ યુવા છાત્રોની સ્‍કોલર તરીકે કરાયેલી પસંદગીમાં સ્‍થાન મેળવનાર ઇન્‍ડિયન અમેરિકન યુવા કલાકારોમાં આરૂષિ અવચત, સુદીપ ભાર્ગવ, ઉમા ચેટરજી, વરૂણ દાસ, વેદિકા ધ્‍યાલ, મનુશ્રી દેસાઇ, રેખા આયર, માધવી મણી, રિઆ મોડક, નિકોલસ પદમનાથન, શ્રુતિ પાર્થસારથિ, નિવેદિતા રવિ, આદિત્‍ય ઉદુપા, તથા અખિલેશ વાડારીનો સમાવેશ થાય છે.

૪૭ સ્‍ટેટમાંથી પસંદ કરાયેલા કલાકારોને કલાક્ષેત્રે વ્‍યાવસાયિક રીતે આગળ વધારવા આર્થિક સમર્થન અપાશે. તેઓને ૧૦ હજારડોલરના નગદ ઇનામથી નવાજાશે તથા જોહન કેનેડી સેન્‍ટર, વોશીંગ્‍ટન સહિત જુદા જુદા સ્‍થળોએ તેમની કલા પ્રદર્શિત કરવાની તક અપાશે.

(9:53 pm IST)