એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 12th December 2017

IEEE એ ર૦૧૮ ની સાલ માટે પસંદ કરેલા ફેલોમાં મોટી સંખ્‍યામાં સ્‍થાન મેળવતા ઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયર્સ : એરોસ્‍પેસ, બાયો મેડીકલ, એન્‍જીનીયરીંગ, કોમ્‍યુટીંગ, કન્‍ઝયુમર, ઇલેકટ્રોનિકસ, એનર્જી, ટેલિકોમ્‍યુનિકેશન્‍સ સહિતના ક્ષેત્રોમાં વિશિષ્‍ટ યોગદાન બદલ કરાયેલી કદર

વોશીંગ્‍ટન : યુ.એસ. માં ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ઇલેકટ્રીકલ એન્‍ડ ઇલેકટ્રોનિકસ એન્‍જીનીયર (IEEE) એ ર૮ નવે. ર૦૧૭ના રોજ ર૦૧૮ની સાલ માટે પસંદ કરેલા તેજસ્‍વી ફેલીયો ઇન્‍ડિયન અમેરિકન તથા એશિયન અમેરિકન એન્‍જીનીયરોએ મોટી સંખ્‍યામાં સ્‍થાન હાંસલ કર્યુ છે. એરોસ્‍પેસ સિસ્‍ટમ, બાયો મેડીકલ એન્‍જીનીયરીંગ, કોમ્‍યુટીંગ, કોમ્‍યુટીંગ, કન્‍ઝયુમર, ઇલેકટ્રોનિકસ, એનર્જી, ટેલિકોમ્‍યુનિકેશન્‍સ સહિતના ક્ષેત્રે વિશિષ્‍ટ યોગદાન આપવા બદલ ગૌરવાન્‍વિત કરાયેલા ઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયરોમાં શ્રી સ્‍વરૂપ દારભા, શ્રી જયદેવ દેસાઇ, શ્રી અનિલ જમ્‍પાલા, શ્રી સોમેશ ઝા, શ્રી સાનુ મેથ્‍યુ, શ્રી દિપાંકર મેઢી, શ્રી સી.જે.રેકી, શ્રી બદ્રીનાથ શેસમ, શ્રી વિજય આનંદ શંકરન,  શ્રી રાહુલ સારપેસ્‍કર, શ્રી સંજીત સેશીઆ, શ્રી સિધ્‍ધાર્થ શ્રીનિવાસન, શ્રી રાહુલ સુખથાનકર સહિતનાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારત  સહિત જુદા દેશોમાં વસતા ભારતીય જુથના એન્‍જીનીયરો પણ ફેલો તરીકે સ્‍થાન પામ્‍યા છે.

(9:53 pm IST)