એન. આર. આઈ. સમાચાર
News of Monday, 11th December 2017

ઇટલીનાં મિલાન શહેરમાં વિરાટ અને અનુષ્કા લગ્નગ્રંથીથી જોડાયા

-બંને હનીમૂનથી પાછા આવીને 21 ડીસેમ્બરે દિલ્લી અને 26 ડીસેમ્બરે રિસેપ્શનની પાર્ટી આપશે.

ઇટલીનાં મિલાન શહેરમાં વિરાટ અને અનુષ્કા લગ્નગ્રંથીથી જોડાઈ ગયાં છે. વિરૂષ્કાએ સોશિયલ મીડિયા પર લગ્નનો ફોટો શેર કરી ઔપચારિક જાહેરાત કરી દીધી છે. બંને હનીમૂનથી પાછા આવીને 21 ડીસેમ્બરે દિલ્લી અને 26 ડીસેમ્બરે રિસેપ્શનની પાર્ટી આપશે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનાં લગ્નને લઇ પાછલાં કેટલાંય વર્ષોથી સમાચારોને લઇ વાતાવરણ ગરમ હતું ટીમ ઇન્ડીયાનાં કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ હિરોઇન અનુષ્કા શર્મા હવે લગ્નનાં બંધનમાં બંધાઇ ચૂક્યાં છે.

આ લગ્ન ઘણી જ વધારે હાઇપ્રોફાઇલ રીતે થયાં છે અને આ લગ્નને લઇ બધાં જ કાર્યક્રમ ઇટલીમાં થયાં છે. જો કે થોડાંક દિવસો પહેલાં લગ્નને લઇ જોવા મળતી ખબરોને લઇ તેને અફવાહ દર્શાવી હતી.

(11:56 pm IST)