એન. આર. આઈ. સમાચાર
News of Sunday, 10th December 2017

યુ.એસ. માં આર્ટસ ફેલોશીપ માટે પસંદ કરાયેલા ૩૬ ફેલોમાં ર ઇન્ડિયન અમેરિકન : કન્નડ સાહિત્યના ટ્રાન્સલેશન માટે પ્રોફેસર નારાયણ હેગડે તથા સર્જનાત્મક સાહિત્ય માટે સુશ્રી શિલ્પી સુનેજાને ગ્રાન્ટ અપાશે

ન્યુયોર્ક : યુ.એસ.માં નેશનલ એન્ડોમેન્ટ ફોર ધ આર્ટસ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી ફેલોશીપ માટે નકકી કરાયેલા નામોમાં ર ઈન્ડિયન અમેરિકનો એ સ્થાન મેળવ્યું છે.

કન્નડ સાહિત્યના ટ્રાન્સલેશન માટે પ્રોફેસર નારાયણ હેગડે ને ૧રપ૦૦ ડોલરની ગ્રાન્ટ તથા સર્જનાત્મક સાહિત્ય માટે સુશ્રી શિલ્પી સુનેજાને ગ્રાન્ટ અપાશે. કુલ ૩૬ ફેલો માટે ૯ લાખ ડોલરની ગ્રાન્ટ મંજુર કરાઇ છે. જેમાં સુશ્રી શિલ્પીનો સમાવેશ કરાયો છે.

 

(1:02 pm IST)