એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 12th October 2021

અમેરિકાના કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ થવાથી ઇન્ડિયન અમેરિકન કાર્ડીઓલોજીસ્ટ ડો.સુગાતા દાસનું કરુણ મોત : પોતાની માલિકીના પ્લેનના પાઇલોટ તરીકે ડો.સુગાતા હતા કે કેમ તે અંગે તપાસ કરવાની બાકી : પ્લેન ક્રેશ થવાથી માર્યા ગયેલા બે લોકોમાં ડો.સુગાતા દાસનો સમાવેશ

કેલિફોર્નિયા : અમેરિકાના કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ થવાથી ઇન્ડિયન અમેરિકન કાર્ડીઓલોજીસ્ટ ડો.સુગાતા દાસનું કરુણ મોત થયું છે. પોતાની માલિકીના પ્લેનના પાઇલોટ તરીકે ડો.સુગાતા હતા કે કેમ તે અંગે તપાસ કરવાની બાકી છે.પ્લેન ક્રેશ થવાથી માર્યા ગયેલા બે લોકોમાં ડો.સુગાતા દાસનો સમાવેશ થાય છે.

એરિઝોનામાં યુમા રિજનલ મેડિકલ સેન્ટર (વાયઆરએમસી) માં ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ તરીકે કામ કરનારા ડો.સુગાતા પોતાની માલિકીનું નાનું એવું પ્લેન ધરાવતા હતા. જોકે, સીબીએસ/એનબીસી સાથે જોડાયેલા ટીવી સ્ટેશન KYMA.com એ મંગળવારે અહેવાલ આપ્યો હતો કે, સોમવારે દુર્ઘટના સમયે દાસ પાયલોટ હતા કે નહીં તેની કોઈ પુષ્ટિ નથી.

વાયઆરએમસીના ચીફ મેડિકલ ઓફિસર ભરત મગુએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સ્થાનિક કાર્ડિયોલોજિસ્ટ સુગાતા દાસની માલિકીના વિમાનના અકસ્માતના સમાચાર સાંભળીને અમને ખૂબ જ દુઃખ થયું છે, જે સેન્ટી (કેલિફોર્નિયા) નજીક ક્રેશ થયું હતું.તેવું ધ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:58 pm IST)