એન. આર. આઈ. સમાચાર
News of Friday, 14th August 2020

અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે જો બિડન ચૂંટાઈ આવશે તો દેશનું પતન થઇ જશે : વિશ્વના દેશો વચ્ચે અમેરિકા હાસ્યાસ્પદ પરિસ્થિતમાં મુકાઈ જશે : ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર ડેમોક્રેટ જો બિડન વિષે જણાવ્યું હતું કે જો તેઓ ચૂંટાઈ આવશે તો દેશનું પતન થઇ જશે.તથા વિશ્વના દેશો વચ્ચે અમેરિકા  હાસ્યાસ્પદ પરિસ્થિતમાં મુકાઈ જશે.
તેમણે જણાવ્યું  હતું કે બિડનના તમામ એલાન દેશ માટે નુકશાન કરનારા છે.તેઓ ચીન અને યુરોપના દેશો માં પ્રવાસ ઉપર મેં મુકેલા અમુક પ્રતિબંધો દૂર કરવાની વાત કરે છે. જો તેમની સલાહ મેં માન્ય રાખી હોત તો અનેક અમેરિકનો મોતના મુખમાં ધકેલાઈ જાત. તેઓ કોરોના વાઇરસના કહેર વચ્ચે પણ દેશની સરહદો ખુલ્લી મુકવાની વાતો કરે છે.કોવિદ -19 મામલે મેં લીધેલા નિર્ણયો સામે રાજકારણ રમે છે.તે ડાબેરી વિચારધારા ધરાવે છે.તેવા આક્ષેપો કર્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:11 pm IST)