એન. આર. આઈ. સમાચાર
News of Friday, 14th August 2020

જુઠું બોલવા બદલ હવે સાડા ત્રણ વર્ષ પછી પણ તમને અફસોસ નથી થતો ? : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ભારતીય મૂળના પત્રકાર શિરીષ દાતેનો અણિયાળો સવાલ : જવાબ આપવાનું ટાળી ટ્રમ્પએ અન્ય પત્રકારને સવાલ પૂછવા જણાવ્યું

વોશિંગટન : ભારતના પુનાના વતની અને છેલ્લા 30 વર્ષ જેટલા સમયથી પત્રકારિત્વનાં ક્ષેત્ર સાથે સંકળાયેલા અને અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીય મૂળના પત્રકાર શિરીષ દાંતેએ પત્રકાર પરિષદમાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને અણિયાળો સવાલ પૂછ્યો હતો.જે મુજબ જુઠું બોલવા બદલ હવે સાડા ત્રણ વર્ષ પછી પણ તમને અફસોસ નથી થતો ? તેવું પૂછ્યું હતું.

આ પ્રશ્નના જવાબમાં ટ્રમ્પએ પૂછ્યું હતું કે કોણ જૂઠું બોલ્યું ? ત્યારે શીરીષે જણાવ્યું હતું કે તમે જૂઠું બોલ્યા છો.

શિરીષનો જવાબ સાંભળી ટ્રમ્પએ આગળ ચર્ચા કરવાનું માંડી વળી અન્ય પત્રકારને સવાલ પૂછવા જણાવ્યું હતું.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:14 pm IST)