એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 14th August 2019

ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન રો ખન્ના ''પાકિસ્તાન કોંગ્રેશ્નલ કોકસ''માં જોડાયાઃ પાકિસ્તાની રાજદૂત અસદ એમ ખાનએ બિરદાવ્યા

વોશીંગ્ટનઃ ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન રો ખન્ના ''પાકિસ્તાન કોંગ્રેશ્નલ કોકસ''માં જોડાયા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. સિલીકોન વેલીના ડેમોક્રેટ ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન આ પાકિસ્તાન કોંગ્રેશ્નલ કોકસમાં જોડાનારા સૌપ્રથમ ભારતીય છે. જો કે તેઓ ભારત તથા ભારતીયો માટેની કોંગ્રેશ્નલ કોકસના પણ મેમ્બર છે. તેઓ પાકિસ્તાનના પ્રાઇમ મીનીસ્ટર ઇમરાનખાનની અમેરિકાની મુલાકાત બાદ ઉપરોકત કોકસમાં જોડાયા છે. તેમને આ કોકસમાં જોડાવા બદલ પાકિસ્તાની રાજદૂત અસર  એમ ખાનએ બિરદાવ્યા છે.   

(8:33 pm IST)