News of Friday, 9th August 2019
અમેરિકામાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા, ન્યૂયોર્કના ઉપક્રમે ૧પ ઓગસ્ટ ગુરૂવારે ભારતનો ૭૩ મો સ્વાતંત્ર્ય દિન ઉજવાશે
ન્યુયોર્કઃ યુ.એસ.માં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા, ન્યુયોર્કના ઉપક્રમે ૧પ ઓગ. ર૦૧૯ ગુરૂવારના રોજ ભારતનો 73 મો સ્વાતંત્ર્ય દિન ઉજવાશે.
3, ઇસ્ટ, 64 સ્ટ્રીટ, ન્યુયોર્ક મુકામે થનારી ઉજવણીનો સમય સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૧ર વાગ્યા સુધીનો રહેશે. જેમાં હાજરી આપવા તમામને આમંત્રણ પાઠવાયું છે.
વિશેષ માહિતી માટ કોન્ટેક નં. + 1-347-721-9243 દ્વારા સંપર્ક સાધી શકાશે તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.
(9:05 am IST)