એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 11th July 2020

અમેરિકાની અનેક સ્કૂલોમાં કટ્ટર વામપંથી વિચારધારા શીખવાઈ રહી હોવાનો ટ્રમ્પનો આક્ષેપ : અશ્વેત જોર્જ ફ્લોયડના મોત બાદ હિંસક તોફાનો માટે વામપંથને જવાબદાર ગણાવી તેના ઉપર પ્રતિબંધ મુકવાની ચીમકી આપી

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ અનેક સ્કૂલો ઉપર નિશાન સાધ્યું છે.જેઓ ઉપર  કટ્ટર વામપંથી વિચારધારા શીખવતી હોવાનો આક્ષેપ કર્યો છે.

તેમણે અશ્વેત જોર્જ ફ્લોયડના મોત બાદ ફાટી નીકળેલા હિંસક તોફાનો માટે વામપંથી સંગઠન એન્ટિફાને જવાબદાર ગણાવ્યું હતું.જેણે હિંસક તોફાનોની આગેવાની લીધી હતી તે ઉપરોક્ત સંગઠન ઉપર પ્રતિબંધ મુકવાની પણ તેમણે ચીમકી આપી હતી.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ફાંસીવાદ વિરુદ્ધના આંદોલનને એન્ટી ફાસિસ્ટ એટલેકે એન્ટિફ તરીકે ઓળખવામાં આવે છે.જે રંગભેદ વિરુદ્ધ આંદોલનો કરે છે.

(12:18 pm IST)