એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 14th June 2018

‘‘વર્લ્‍ડ હિન્‍દુ કોંગ્રેસ'' : અમેરિકાના શિકાગોમાં ૭ થી ૯ સપ્‍ટેં.૨૦૧૮ દરમિયાન યોજાનારા અધિવેશનના ચેર તરીકે MIT પ્રોફેસર ડો.શ્રી પ્રકાશની નિમણુંક : વિશ્‍વના ૮૦ દેશોમાંથી બે હજાર જેટલા પ્રતિનિધિઓ ભાગ લેશે

વોશીંગ્‍ટન : અમેરિકાના શિકાગોમાં ૭ સપ્‍ટેં. થી ૯ સપ્‍ટેં.૨૦૧૮ દરમિયાન યોજાનારા દ્રિતિય ‘‘વિશ્વ હિન્‍દુ અધિવેશન'' ના ચેર તરીકે યુ.એસ.ની સુપ્રતિષ્‍ઠિત મેસ્‍સેચ્‍યુએટસ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેક્‍નોલોજીના સિનીયર પ્રોફેસર ડો.શ્રી પ્રકાશની નિમણુંક થઇ છે. તેવું આયોજકોએ જણાવ્‍યું છે.

આ વર્લ્‍ડ હિન્‍દુ ઓર્ગેનાઇઝેશનમા વિશ્વના ૮૦ દેશોના બે હજાર જેટલા પ્રતિનિધિઓ ભાગ લેશે. તેમજ ૨૫૦ જેટલા વિદ્ધાન અગ્રણીઓ ઉદબોધન કરશે. જેમાં તિબેટના આધ્‍યાત્‍મિક સંત દલાઇ લામા, રિચાર્ડ ગેરે, RSS ના મોહન ભાગવતે સહિતનાઓનો સમાવેશ થાય છે. તેવું સમાચાર સૂત્રો  દ્વારા જાણવા મળે છે. (૪૬.૬)

 

(10:02 pm IST)