એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 13th June 2018

''ઝુલણ યાત્રા'' : યુ.એસ.ના પ્લાનો ટેકસાસમાં ઉજવાઇ ગયલો ભવ્ય,દિવ્ય,તથા અલૌકિક ઉત્સવઃ વૈશ્નવ મિલનના સૌજન્યથી પવિત્ર પુરૂષોતમ માસમાં કરાયેલી ઉજવણી અંતર્ગત ભજન,કિર્તન, તથા હિંડોળાની ધૂન સાથે ઠાકોરજીને ઝુલે ઝુલાવ્યાઃ ૩૦ જુન શનિવારે ગોકુલનાથજીનો વિવાહ ઉત્સવ ઉજવાશે

ટેકસાસઃશ્રી પુરુષોત્તમ ,અધિક માસ માં , પ્લાનો, ટેક્ષાસમાં , વૈષ્ણવ મિલનના  સૌજન્યથી , આ વર્ષનો સોઉથી ભવ્ય, દિવ્ય અને અલ્લોકિક , ઝૂલણ યાત્રાનો મનોરથ ઉજવાયો, અહી બિરાજતા , નિકુંજ સેવાના ભાવના ત્રણ દિવ્ય સ્વરૂપો , શ્રી ગોવર્ધન નાથજી ,શ્રી યમુના મહારાણીજી અને શ્રી વલ્લભ પ્રભુ , ફૂલના બગીચામાં ત્રણ જુદા જુદા ઝૂલામાં બિરાજી અને હિંડોળે ઝૂલ્યા , long weekend અને સખત ગરમીના દિવસો હોવા છતાં , તા, ૨૬ મેં અને શનિવારે,૧૨૫ કરતાય વધારે વૈષ્ણવોએ પધારી દર્શનનો લાભ લીધો.અત્રે આવેલ દરેક વૈષ્ણવોએ પણ ઠાકોરજીને ઝૂલે ,ઝુલાવ્યા અને ઠાકોરજી પણ વૈષ્ણવોના હૃદય કમળ પર ઝૂલ્યા અને દર્શન કરતા વૈષ્ણવોની આંખની  પાંપણ પણ  ના ફરકે,એમ એકીટશે વૈષ્ણવો  દર્શન કરતા રહ્યા  , સખત ગરમીમાં પણ ત્યાંથી ખસવાનું પણ નામ નહિ લેતા , આ ભાગ્યશાળી વૈષ્ણવોના ભાગ્યનો પાર નથી.આનંદ વિભોર બની , વૈષ્ણવોએ, ભજન ,કિર્તન ,હિંડોળાની ધૂન મચાવી અને મહાપ્રસાદનો લહાવો લીધો.આ ઉપરાંત અહીજ અધિક માસ દરમ્યાન ,આવાજ દિવ્ય, અને અલ્લોકિક મનોરથો.નું આયોજન થયેલ, જેવાકે, યમુના પુલિન,નાવ,ઠકુરાણી તીજ, ગિરિરાજજી નો કુનવારો ,૮૪ મોતીન માલાજી,ઝૂલણ યાત્રા ,મોર કુટિર, નંદ મહોત્સવ ,જલેબી ઉત્સવ,દિપ માલિકા, હરિયાળી ઘટા, આમ્રકુંજ/કેરીનો મનોરથ ઉજવાયા,

આગામી ઉત્સવનો લાભ લેવા સર્વે વલ્લભી વૈષ્ણવોને આમંત્રણ છે, ૩૦ જુન, શનિવાર,જ્યેષ્ઠ વદ બીજ ,શ્રી ગોકુલનાથજીનો વિવાહ ઉત્સવ /વિવાહ ખેલ મનોરથ, વૈષ્ણવ મિલન માસિક સત્સંગ સાથે,,સાંજે, ૪:૩૦ થી ૬:૩૦ ,તો ચાલો વિવાહ ખેલમાં ,ગાવા ,નાચવા,કુદવા ,આનંદ મનાવવા ,કાર્યક્રમ પછી મહાપ્રસાદની વ્યવસ્થા છે,આવનાર વૈષ્ણવોએ ,બે દિવસ પહેલા,

૪૬૯-૪૬ ૭-૦૩૨૧   પર જાણ કરવા વિનંતી.

નોધ: અહી કોઈપણ જાતની પૈસાની ભેટ /ફંડફાળા સ્વીકાર્ય નથી . 

તેવું શ્રી સુભાષ શાહ દ્વારા જાણવા મળે છે.

(7:17 pm IST)