એન. આર. આઈ. સમાચાર
News of Monday, 11th June 2018

પાકિસ્તાનમાં શીખ ધર્મગુરૂ ચરણજીત સિંહની હત્યા મામલે ભભૂકી ઉઠેલો રોષ : સરકાર વિરૂદ્ધ આંદોલનના મંડાણ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના ખૈબર પખ્તૂનવા પ્રાંતમાં ૨૯ મે ૨૦૧૮ના રોજ શીખ ધર્મગુરૂ ચરણજીત સિંહની હત્યા વિરૂદ્ધ શીખ પ્રજામાં રોષ ભભૂકી ઉઠતા સરકાર વિરોધી દેખાવો ચાલુ થઇ ગયા છે.

શીખ સમૂહના જણાવ્યાં મુજબ મૃતક માનવ અધિકાર કાર્યકર્ર્તા હતા તથા લઘુમતિ કોમના પ્રશ્નોને વાચા આપવા કાર્યરત હતાં. તેમની હત્યામાં ખુફિયા એજન્સીનો હાથ છે. આ અગાઉ પણ લઘુમતિ કોમના લોકોની હત્યા કરનારા આરોપીઓની હજુ સુધી ધરપકડ થઇ નથી.

હાલમાં થયેલી હત્યા અંગે શીખ સમૂહના જણાવ્યાં મુજબ લઘુમતિ કોમના આગેવાનો આગામી ચૂંટણીમાં સરકારને નડતરરૂપ થશે તેવું લાગતા હત્યાઓ થઇ રહી છે. સરકારે શીખ, હિન્દુ, ખ્રિસ્તી, સહિત તમામ લઘુમતિ કોમના નાગરિકોની રક્ષા કરવી જોઇએ. (૪૬.૪)

(1:03 pm IST)