એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 10th May 2018

‘‘બેસ્‍ટ ફિલ્‍મ ઓન એન્‍વાયરમેન્‍ટ'': યુ.એસ.ના ન્‍યુજર્સીમાં વસતા સુશ્રી ફાલ્‍ગુની પટેલ નિર્મિત ફિલ્‍મ ‘‘IRADA''ને ભારતનો ‘‘નેશનલ ફિલ્‍મ એવોર્ડ'':

ન્‍યુજર્સીઃ યુ.એસ.માં ન્‍યુજર્સી સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી ફાલ્‍ગુની ચિન્‍ટુ પટેલ નિર્મિત IRADA ફિલ્‍મએ સુપ્રિતિષ્‍ઠિત નેશનલ ફિલ્‍મ એવોર્ડ મેળવ્‍યો છે.

ન્‍યુ દિલ્‍હીમાં ૩મે ૨૦૧૮ના રોજ યોજાયેલ ૬૫મા વાર્ષિક એવોર્ડ વિતરણ સમારંભમાં આ ફિલ્‍મને બેસ્‍ટ ફિલ્‍મ ઓન એન્‍વાયરમેન્‍ટ'' એવોર્ડ એનાયત કરાયો હતો.તથા ફિલ્‍મની મહિલા કલાકાર દિવ્‍યા દત્તાને ‘બેસ્‍ટ સપોર્ટીગ એકટ્રેસ'એવોર્ડ અપાયો હતો.

ફિલ્‍મમાં પંજાબના ભાટીંડામાં કરાયેલા શુટીંગના દૃશ્‍યો છે. જેમાં થર્મલ પાવર પ્‍લાન્‍ટસના કારણે હવામાં ફેલાતા હવાઇ પ્રદુષણ તથા તેનાથી રોગને ભેટતા તથા મૃત્‍યુ પામતા લોકોની સત્‍ય ઘટનાઓ વણી લેવાઇ છે.

સુશ્રી ફાલ્‍ગુની પટેલ ઇરાડા એન્‍ટરટેઇનમેન્‍ટના નિર્માતા તેમજ ઇરાડા ફાઉન્‍ડેશનના ફાઉન્‍ડર છે તેમજ તેમના પતિ સાથે ફાર્માસ્‍યુટીકલ કંપની સાથે જોડાયેલા છે. તેઓ પટેલ પરિવારોને હેલ્‍થકેર તથા શિક્ષણક્ષેત્ર મદદરૂપ થવા માટે ફાઉન્‍ડેશનના માધ્‍યમ દ્વારા કાર્યરત છે.

તેવું TVAsia ન્‍યુઝ દ્વારા જાણવા મળે છે.

(12:12 am IST)