એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 10th May 2018

હિરો ઓફ ગ્રીન રીવોલ્‍યુશન ‘‘ઇન્‍ડિયન અમેરિકન કૃષિવિજ્ઞાની ડો. ગુરદેવ ખુરાની UC DAVIS મેડલ માટે પસંદગીઃ ચોખાની જુદી-જુદી ૩૦૦ જેટલી જાતો વિકસાવી હરિયાળી ક્રાંતિના સર્જનમાં મહત્‍વનું યોગદાન આપ્‍યું

કેલિફોર્નિયાઃ અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ડેવિસના નિવૃત કૃષિવિજ્ઞાની તથા પ્રજોત્‍પતિશાસ્‍ત્રજ્ઞ ઇન્‍ડિયન અમેરિકન શ્રી ગુરદેવ ખુશની પસંદગી ૨૦૧૮ની સાલના ‘‘યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ડેવિસ મેડલ'' માટે  થઇ છે આ મેડલ માટે પસંદ કરાયેલા ૪ પ્રોફેસરોમાં તેમણે સ્‍થાન મેળવ્‍યું છે.

શ્રી ગુરદેવ ખુશ ‘‘હીરો ઓફ ગ્રીન રીવોલ્‍યુશન (હરિયાળી ક્રાંતિ) માટે જાણીતા છે તેમણે ચોખાની જુદી જુદી ૩૦૦ જેટલી જાતો વિકસાવી છે જે પૈકી આઇ.આર.૩૬ સૌથી વધુ વાવેતર થતી વિશ્વની ચોખાની લોકપ્રિય જાત છે.

શ્રી ગુરદેવએ ભારતની પંજાબ એગ્રિકલ્‍ચર યુનિવર્સિટીમાંથી બેચલરની ડીગ્રી મેળવેલી છે. તથા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી Ph.Dની પદવી મેળવેલી છે.

(12:12 am IST)