એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 13th April 2021

' બેરી ગોલ્ડવોટર સ્કોલર્સ 2021 ' : ત્રણ ડઝન જેટલા ઇન્ડિયન અમેરિકન સંશોધકોએ સ્થાન મેળવી વતનનું નામ રોશન કર્યું

વોશિંગટન : બેરી ગોલ્ડવોટર સ્કોલરશીપ એન્ડ એક્સેલન્સ ઈન એજ્યુકેશન ફાઉન્ડેશનએ તાજેતરમાં જ તેના 2021 ની સાલના  ગોલ્ડ વોટર સ્કોલર્સની જાહેરાત કરી હતી, જેમાં  ઓછામાં ઓછા ત્રણ ડઝન જેટલા ઇન્ડિયન  અમેરિકન સંશોધકોએ  સ્થાન મેળવી વતનનું નામ રોશન કર્યું છે.

આ ઇન્ડિયન અમેરિકન સંશોધકોમાં જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીના આદિત્ય રાવ ,બર્મિંગહામની અલબામા યુનિવર્સિટીના કાર્તિક રેડ્ડી , કેલિફોર્નિયા યુનિવર્સિટી-સાન ડિએગો અદિતિ જ્ઞાનાંશેકર ,કેલિફોર્નિયા-ઇર્વિન યુનિવર્સિટીના પ્રત્યુષ મુથુકુમાર ,કનેક્ટિકટ યુનિવર્સિટીના સીમા પટેલ , સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સિધિકા બાલચંદરે ,જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી-મેઈન કેમ્પસના શોવાન ભાટિયા, સહિતનાઓનો સમાવેશ થાય છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:49 pm IST)