એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 14th March 2018

ઇન્ડિયન અમેરિકન મોલેકયુલર બાયોલોજીસ્ટ સુશ્રી માલા મુર્થીને ૨.૨ મિલીયન ડોલરની ગ્રાન્ટઃ માનવ મગજના કાર્યો ઉપરાંત પાર્કિન્સન, માનસિક ક્ષતિઓ, સ્વભાવગત ખામી, ઉદાસી સહિતની બાબતોનો અભ્યાસ કરશે

પ્રિન્સેટોનઃ યુ.એસ.સ્થિત ઇન્ડિયન અમેરિકન મોલેકયુલર બાયોલોજીસ્ટ મહિલા સુશ્રી માલા મુર્થીને બ્રેઇન રીસર્ચ માટે નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ દ્વારા ૨-૨ મિલીયન ડોલરની ગ્રાન્ટ આપવામાં આવી છે.

સુશ્રી માલા પ્રિન્સેટોન ન્યુરોસાયન્સ ઇન્સ્ટીટયુટમાં મોલેકયુલર બાયોલોજી ડીપાર્ટમેન્ટના એશોશિએટ પ્રોફેસર છે તથા હાર્વર્ડ હાઝ મેડીકલ ઇન્સ્ટીટયુટના ફેકલ્ટી સ્કોલર છે તેઓ પ્રિન્સેટોન રીસર્ચ ટીમના લીડર છે તેમને મગજના કાર્યો વિષયક વિશેષ સંશોધન માટે ઉપરોકત રકમની ગ્રાન્ટ ફાળવાઇ છે જેમાં પાર્કિન્સન, માનસિક ક્ષતિઓ, સ્વભાવગત ખામીઓ ઉદાસી, સહિતની બાબતોનો અભ્યાસ કરાશે.

સુશ્રી માલાએ ૨૦૦૪ની સાલમાં સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીમાંથી ડોકટરેટની ડીગ્રી મેળવેલી છે.

(10:35 pm IST)