એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 10th March 2018

SEWA ઇન્‍ટરનેશનલ તથા VYASA ના સંયુક્‍ત ઉપક્રમે યુ.એસ.ના હયુસ્‍ટનમાં યોજાઇ ગયેલા ૧૦ દિવસિય યોગા કેમ્‍પઃ ડાયાબિટીસ કન્‍ટ્રોલ કરવા ફુડ મેનેજમેન્‍ટ, સ્‍ટ્રેસ મેનેજમેન્‍ટ, ડાયેટ, સ્‍લિપ, સહિતની બાબતો અંગે માર્ગદર્શન અપાયુ

હયુસ્‍ટનઃ યુ.એસ.ના હયુસ્‍ટનમાં ‘‘SEWA ઇન્‍ટરનેશનલ'' તથા VYASAના સંયુક્‍ત ઉપક્રમે ૧૬ ફેબ્રુ.થી ૨૫ ફેબ્રુ.૨૦૮૧ દરમિયાન ૧૦ દિવસીય યોગા કેમ્‍પનું આયોજન કરાયું હતું.

સુગરલેન્‍ડ, વેસ્‍ટ હયુસ્‍ટન તથા કેટી એમ ૩ જગ્‍યાએ યોજાયેલા આ કેમ્‍પમાં ડાયાબિટીસ ધરાવતા અથવા બોર્ડર ઉપર હોય તેવા લોકેને યોગા દ્વારા સુગર ઘટાડવાનો પ્રયત્‍ન કરવાનો હેતુ હતો.

આ કેમ્‍પમાં મેડીકલ ડોકટર્સ, ડાયાબિટીસ સ્‍પેશ્‍યાલિસ્‍ટસ સહિતનાઓએ ફુડ મેનેજમેન્‍ટ, સ્‍ટ્રેસ, મેનેજમેન્‍ટ,ફુડ હેબિટસ, ડાયેટ, સ્‍લિપ સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપ્‍યું હતું. તથા નિયમિત પણે યોગા કરવાથી ડાયાબિટીસ કન્‍ટ્રોલ કરી શકાય છે તેવા શિબિરાર્થીઓએ અનુભવો પણ વર્ણવ્‍યા હતા. તેવું ત્‍ખ્‍ફ દ્વારા જાણવા મળે છે.

(9:22 pm IST)