એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 10th March 2018

મધુબાલાને ન્‍યુયોર્ક ટાઇમ્‍સની શ્રધ્‍ધાંજલીઃ આંતર રાષ્‍ટ્રિય મહિલા દિન નિમિતે ૮ માર્ચના રોજ વિશ્વની ૧૫ મહિલાઓને શ્રધ્‍ધાંજલી આપતો ફોટો પ્રસિધ્‍ધ કર્યો

ન્‍યુયોર્કઃ ૮ માર્ચ આંતરરાષ્‍ટ્રિય મહિલા દિન નિમિતે અમેરિકામાંથી પ્રસિધ્‍ધ થતા ન્‍યુયોર્ક ટાઇમ્‍સએ વિશ્વની સુવિખ્‍યાત તેવી ૧૫ મહિલાઓને શ્રધ્‍ધાંજલી આપી તેમનો ફોટો પ્રદર્શિત કર્યો હતો. જેમાં ભારતની જુના જમાનાની મશહૂર અભિનેત્રી મધુબાલા કે જેનુ ૨૩ ફેબ્રુ.૧૯૬૯ના રોજ અવસાન થયું હતું તેનો પણ ફોટો પ્રસિધ્‍ધ કર્યો હતો.

ખાસ કરીને જુના જમાનામાં જેમણે જુદા જુદા ક્ષેત્રોમાં કંઇક વિશિષ્‍ટ કામગીરી બજાવી હોય તેમ છતાં જેની ખાસ નોંધ ન લેવાઇ હોય અથવા તો અવગણના કરાઇ હોય તેવી આ ૧૫ મહિલાઓને આંતરરાષ્‍ટ્રિય મહિલા દિવસે ખાસ યાદ કરી ન્‍યુયોર્ક ટાઇમ્‍સએ શ્રધ્‍ધાંજલી આપી હતી.

(9:21 pm IST)