એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 10th March 2018

‘‘બ્‍લેક,માઇનોરીટી,એથનિક'' જેવા શબ્‍દો અમને અપમાનજનક લાગે છેઃ બ્રિટનની પાર્લામેન્‍ટમાં ભારતીય મૂળના સાંસદ સુશ્રી પ્રીતિ પટેલનો આક્રોશઃ

લંડનઃ યુ.કે.ના ભારતીય મૂળના એમ.પી.મહિલા સુશ્રી પ્રીતિ પટેલએ લઘુમતિ કોમો માટે લગાડાતા લેબલ સામે સખત વાંધો ઉઠાવી નારાજગી વ્‍યક્‍ત કરી છે. પાર્લામેન્‍ટમાં ઉદબોધન કરતી વખતે કોન્‍ઝરવેટીવ પાર્ટીના સાંસદ ૪૫ વર્ષીય સુશ્રી પટેલએ જણાવ્‍યું હતું કે  ‘‘બ્‍લેક, માઇનોરીટી, એથનિક (BME) જેવા શબ્‍દો તેમને પસંદ નથી. આવા લેબલ તેઓને અપમાનજનક તથા ઓશિયાળા દર્શાવનારા છે.

બ્રિટનની કેબિનેટમાં સૌપ્રથમ ભારતીય મૂળના મહિલા એમ.પી.તરીકે ચૂંટાઇ આવવાનું માન ધરાવતા સુશ્રી પટેલએ ગયા વર્ષે મિનીસ્‍ટર પદેથી રાજીનામુ આપ્‍યું હતું. તેમણે પાર્લામેન્‍ટમાં તેમના કોન્‍ઝરવેટીવ પાર્ટીના સાંસદો તેમજ સિવીલ સર્વન્‍ટસ સમક્ષ ઉપરોક્‍ત આક્રોશ વ્‍યક્‍ત કર્યો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:18 pm IST)