એન. આર. આઈ. સમાચાર
News of Friday, 14th February 2020

યુ.એ.ઈ.માં કોરોના વાઇરસનો ભોગ બનેલા ભારતીય મૂળના નાગરિકની હાલત સ્થિર : આ દર્દી પુરુષ છે અને તેની ઉંમર 36 વર્ષ છે : ભારતીય દૂતાવાસે સ્થાનિક સમાચાર સૂત્રોને આપેલી માહિતી

દુબઇ : યુ.એ.ઈ.માં કોરોના વાઇરસનો ભોગ બનેલા ભારતીય મૂળના નાગરિકની હાલત સ્થિર છે. આ દર્દી પુરુષ છે અને તેની ઉંમર 36 વર્ષ છે. જોકે તે ભારતના ક્યાં રાજ્યનો રહેવાસી છે અને તે ચીન ગયો હતો કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી તેવું ભારતીય દૂતાવાસને  સ્થાનિક સરકાર દ્વારા જાણવા મળ્યું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:45 am IST)