એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 11th February 2020

" અખંડ ધૂન " : અમેરિકામાં શાસ્ત્રીજી મહારાજની ૩૨મી પુણ્યતીથી નિમિત્તે શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ ડલાસના આંગણે યોજાઈ ગયેલો કાર્યક્રમ : હરિભક્તોએ ૨ લાખથી વધુ મંત્રજાપ અને ૩૦,૦૦૦ ઉપરાંત મંત્રલેખન કર્યા

ડલાસ : પરોપકાર માટે નદીઓ વહ્યા કરે છે, પરોપકાર અર્થે વૃક્ષો ફળ ધારણ કરે છે, પરોપકાર સારુ સૂર્ય પ્રકાશતો રહે છે. તેની પેઠે સંત વિભૂતિઓનું વિચરણ પણ પરોપકાર માટે જ છે. જનહિત માટે સદાસર્વદા આવી પરોપકાર ભરી અનેક પ્રવૃત્તિઓ માટે દેહને ઘસી નાખનાર સંતવિભૂતિ હતા ગુરુદેવ પૂજ્યપાદ સદ્‌ગુરુ શાસ્ત્રીજી મહારાજ - શ્રી ધર્મજીવનદાસજી સ્વામી. શાસ્ત્રીજી મહારાજની ૩૨મી પુણ્યતીથી નિમિત્તે શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ ડલાસના આંગણે તા. ૦૨-૦૮-૨૦ ના રોજ શનિવારે સવારે ૫ થી સાંજે ૫ વાગ્યા સુધી 'સ્વામીનારાયણ' અખંડઘૂનનુ આયોજન રાખવામાં આવ્યુ હતુ. 'જે જીવ જાણ્યે-અજાણ્યે 'સ્વામીનારાયણ' મહામંત્રનો જાપ કરે છે, તે જીવનુ કલ્યાણ નિશ્ચિત છે' તેવો મોટા સંતોનો આશીર્વાદ છે. આ મહિમા સાથે આશરે ૨૦૦ ઉપરાંત પુરુષ અને મહિલા હરિભક્તોએ અખંડઘૂનનો લાભ લીધો હતો. સાંજે ૭૦૦ જેટલા દર્શનાર્થીએ સભાનો લાભ લીધો હતો.

અજયભાઈ શેલડિયા અને મુકેશભાઈ બાબરિયાએ ૧૨ કલાક અખંડ દંડવત કરી સંતોનો ખુબ રાજીપો રડ્યો હતો. સર્વે હરિભક્તોએ મળી ૨ લાખથી વધુ મંત્રજાપ અને ૩૦,૦૦૦ ઉપરાંત મંત્રલેખન કર્ચા હતા. ગુરુકુલ ડલાસના મા સમાન પૂજ્ય ભગવતચરણદાસજી સ્વામીએ તો એક આસને ૧૨ કલાક સુધી ઘૂન કરી હતી. અંતે, પૂજ્ય સ્વામીએ અને ધીરુભાઈ બાબરિયાએ સદ્‌ગુણની ખાણ સમા ગુરુ મહારાજના જીવનની ગુણાનુવાદ સભાનો સૌને લાભ આપ્યો હતો. જ્યારે, પૂજ્ય શાન્તિપ્રિયદાસજી સ્વામીએ ગ. મ. ૨૫મુ વચનામ્રુત સમજાવ્યુ હતુ.તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(2:27 pm IST)