એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 11th February 2020

વધુ અભ્યાસ માટે અમેરિકા જતા ભારતના સ્ટુડન્ટ્સની સંખ્યામાં 2018 ની સાલમાં વધારો નોંધાયો

વોશિંગટન : યુ.એસ.ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ સિક્યુરિટીના અહેવાલમાં 29 જાન્યુઆરીના રોજ જણાવાયા મુજબ વધુ અભ્યાસ માટે અમેરિકા જતા ભારતના સ્ટુડન્ટ્સની સંખ્યામાં  2017 ની સાલ કરતા 2018 ની સાલમાં વધારો નોંધાયો છે.જે વધારો અન્ય દેશો જેવા કે ચાઈના ,જાપાન ,સાઉથ કોરિયા તેમજ સાઉદી અરેબિયા કરતા વધુ છે.

વધુ અભ્યાસ માટે અમેરિકા આવતા અન્ય દેશોના સ્ટુડન્ટ્સ પૈકી ચાઈના અગ્ર ક્રમે છે.જેના 2018 ની સાલમાં 478,732 સ્ટુડન્ટ્સ હતા બીજા નંબરે ભારતના 251,290 એક્ટિવ સ્ટુડન્ટ્સ હતા.પરદેશથી 2018 ની સાલમાં આવેલા કુલ સ્ટુડન્ટ્સ પૈકી ચાઈના અને ભારતના સ્ટુડન્ટ્સની સંખ્યા 47 ટકા એટલેકે 730,022 હતી જે 2017 ની સાલમાં 46 ટકા નોંધાઈ હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:28 pm IST)