એન. આર. આઈ. સમાચાર
News of Monday, 10th February 2020

બ્રિટનમાં નવી વિઝા પોલિસીને મંજૂરીની મહોર : પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સન અને ભારતીય મૂળના હોમ મિનિસ્ટર સુશ્રી પ્રીતિ પટેલ દ્વારા ટૂંક સમયમાં ઘોષણાં કરાશે : વિદેશોમાં વસતા બિનકુશળ કર્મચારીઓને આવતા અટકાવી કુશળ કર્મચારીઓને વધુ વિઝા અપાશે : ભારતીય યુવાનોને સૌથી વધુ લાભ થવાની શક્યતા


લંડન : બ્રેકસીટથી છુટા પડ્યા બાદ બ્રિટન સરકાર નવી વિઝા પોલિસી અમલમાં મુકવાની તૈયારીમાં છે.જે મુજબ  પ્રાઈમ મિનિસ્ટર  બોરિસ જોન્સન અને ભારતીય મૂળના હોમ મિનિસ્ટર  સુશ્રી પ્રીતિ પટેલ દ્વારા ટૂંક સમયમાં નવી વિઝા પોલિસીની ઘોષણાં કરાશે જે અંતર્ગત  વિદેશોમાં વસતા બિનકુશળ કર્મચારીઓને આવતા અટકાવી કુશળ કર્મચારીઓને વધુ વિઝા અપાશે

તેમણે જણાવ્યું હતું કે  અમે બિનકુશળ લોકોના આગમનને અટકાવવા માગીએ છીએ. બિનકુશળ અને સસ્તા કર્મચારીની તુલનાએ અમે કુશળ કર્મચારી દ્વારા ઉત્તમ ગુણવત્તા યુક્ત કામ થાય એવું ઇચ્છીએ છીએ.બ્રિટનની આ નવી નીતિથી ભારતના શિક્ષિત યુવાનોને વધુ તક મળશે એવી શક્યતા છે. આ સપ્તાહના ગુરૂવારે જોન્સન પ્રધાન મંડળનું વિસ્તરણ થવાનું છે. એ પછી શુક્રવારે ગૃહ પ્રધાન પ્રીતિ પટેલ આ નવી નીતિની ઔપચારિક જાહેરાત કરશે એવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(1:03 pm IST)