એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 13th January 2021

પાકિસ્તાનમાં આવેલા ગુરુ નાનકાના સાહેબમાં તોડફોડ કરનાર 3 આરોપીઓને 2 વર્ષ સુધીની જેલસજા : મુખ્ય આરોપી ઇમરાન ચિસ્તીને સજા ઉપરાંત 10 હજાર રૂપિયાનો દંડ : બાકીના બે આરોપીઓને છ માસની જેલ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા શીખોના તીર્થધામ ગુરુ નાનકાના સાહેબમાં તોડફોડ કરનાર 3 આરોપીઓને આતંકવાદ વિરોધી કોર્ટએ 2 વર્ષ સુધીની જેલસજા ફરમાવી છે.

પંજાબ પ્રાંતના લાહોર નજીક આવેલા ગુરુ નાનકાના સાહેબ શીખોના તીર્થધામ તરીકે વિશ્વ વિખ્યાત છે.જ્યાં દેશ વિદેશોમાંથી શીખો આવે છે. આ સ્થળે શીખોના સૌપ્રથમ ગુરુ નાનક દેવનો જન્મ થયો હતો.

શીખોના આ પવિત્ર તીર્થધામ ઉપર અમુક લોકોએ જાન્યુઆરી 2020 માં હુમલો કર્યો હતો તથા પથ્થરમારો કરી નુકશાન પહોચાડ્યું હતું.જોકે પોલીસે મામલો કાબુમાં લઇ લીધો હતો.તથા આરોપીઓ વિરુદ્ધ કામ ચલાવતા ત્રણે આરોપીઓને બે વર્ષ સુધીની જેલસજા કરવામાં આવી છે.તથા મુખ્ય આરોપી ઇમરાન ચિસ્તીને સજા ઉપરાંત 10 હજાર રૂપિયાનો દંડ પણ કરાયો છે. જયારે બાકીના બે આરોપીઓને છ માસની જેલસજા કરાઈ છે. ચાર આરોપીઓ ઉપરનો કેસ સાબિત નહીં થતા તેમને છોડી મુકવામાં આવ્યા છે.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:30 pm IST)