એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 6th January 2021

અમેરિકાના વિસ્કોસીન સ્ટેટ એસેમ્બલી સ્પીકરે ભારતના ખેડૂત આંદોલનને સમર્થન ઘોષિત કર્યું : પોતાના રાજ્યમાં ખેડૂતોને વિશ્વાસમાં લઇ કાયદા ઘડવામાં આવે છે : ભારતમાં પણ ખેડૂતોના અભિપ્રાયને ધ્યાનમાં લેવો જોઈએ : અમેરિકા ખાતેના ભારતના રાજદૂત શ્રી તરંજીત સિંહ સંધુને પત્ર લખી ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કર્યું : ભારત ખાતેના અમેરિકાના રાજદૂતને પણ પત્ર લખ્યો

વિસ્કોસીન : અમેરિકાના વિસ્કોસીન સ્ટેટ એસેમ્બલી સ્પીકર રોબિન જે.વોસ  એ ભારતમાં કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સમર્થન ઘોષિત કર્યું છે.

તેમને અમેરિકા ખાતેના ભારતના રાજદૂત તરંજીત સિંહ સંધુને પત્ર લખી ખેડૂત આંદોલનને  સમર્થન જાહેર કર્યું છે.તથા આ ધારા વિષે ફેર વિચારણા કરવા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને અનુરોધ કર્યો છે.

ઉપરાંત ભારત ખાતેના અમેરિકાના રાજદૂત કેન જસ્ટરને પણ પત્ર લખી ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન હોવાનું જણાવ્યું છે.

તેમણે 4 જાન્યુઆરીના રોજ લખેલા પાત્રમાં વિસ્કોસીન અને ભારત વચ્ચે ખેતીવાડી ક્ષેત્રે સમાનતા હોવાનો ઉલ્લેખ કર્યો છે.તથા પોતાના રાજ્યમાં જે રીતે ખેડૂતોના અભિપ્રાય ને ધ્યાનમાં લેવામાં આવે છે તે રીતે ભારતમાં પણ લેવા જોઈએ તેમ જણાવ્યું છે.

(8:49 pm IST)