એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 6th January 2021

' ડોનાલ્ડ ટ્રમ્પનું આખરી બ્રહ્માસ્ત્ર સમાન ટ્રમ્પ કાર્ડ ફેઈલ ' : અમેરિકાના જ્યોર્જિયામાં યોજાયેલી સેનેટની આખરી ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના બંને ઉમેદવારોનો પરાજય : ટ્રમ્પના ખાસ નજીક ગણાતા રિપબ્લિકન ઉમેદવાર કૈલી લોએફલર પરાજિત : ડેમોક્રેટ પાર્ટીએ બંને બેઠકો ઉપર વિજય મેળવી લેતા હવે સેનેટમાં સ્પષ્ટ બહુમતી


જ્યોર્જિયા : અમેરિકાના જ્યોર્જિયામાં પ્રેસિડન્ટ પદની ચૂંટણીના 2 માસ પછી યોજાયેલી સેનેટની 2 બેઠકોની આખરી ચૂંટણીમાં ' ડોનાલ્ડ ટ્રમ્પનું આખરી બ્રહ્માસ્ત્ર સમાન ટ્રમ્પ કાર્ડ ફેઈલ ' ગયું  છે.જે મુજબ  રિપબ્લિકન પાર્ટીના બંને ઉમેદવારોનો પરાજય થયો છે.

ખાસ કરીને ટ્રમ્પના ખાસ નજીક ગણાતા રિપબ્લિકન ઉમેદવાર  કૈલી લોએફલર પરાજિત થયા છે.તેમને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર રાફેલ વોરનોકેપંખી બહુમતીથી પરાજિત કર્યા છે.

જ્યોર્જીયાની બીજી બેઠક ઉપર પણ રિપબ્લિકન ઉમેદવાર ડેવિડ પેરડ્યુંને ડેમોક્રેટ ઉમેદવાર જોન ઓસોફે પરાજિત કર્યા હતા.

આથી હવે પરાજયનું ઠીકરું ટ્રમ્પ ઉપર ફોડવામાં આવી રહ્યું છે.

જ્યોર્જીયાની બંને સીટ ઉપર વિજય મળતા હવે ડેમોક્રેટિક પાર્ટીને સેનેટમાં સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે.તેથી કોઈપણ બિલ પાસ કરવા માટે તેણે રિપબ્લિકન પાર્ટી ઉપર આધારિત નહીં રહેવું પડે.

ઉલ્લેખનીય છે કે આગામી 20 જાન્યુઆરીના રોજ જો બિડન પ્રેસિડન્ટ પદ તરીકે શપથ લેશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(7:34 pm IST)