News of Friday, 10th January 2020
AAPI ના ઉપક્રમે જાન્યુઆરી 2021 માં વિશાખાપટ્ટમ ખાતે ગ્લોબલ હેલ્થ કેર સમિટ યોજાશે
વિશાખાપટ્ટમ : અમેરિકન એશોશિએશન ઓફ ફિઝિશિયનશ ઓફ ઇન્ડિયન ઓરિજિનના ઉપક્રમે આગામી 1 થી 3 જાન્યુઆરી 2021 દરમિયાન વિશાખાપટ્ટમ ખાતે 14 મી વાર્ષિક ગ્લોબલ હેલ્થકેર સમિટ યોજાશે તેવું તાજેતરમાં વિશાખાપટ્ટમ ખાતે યોજાયેલી કિક ઓફ ઇવેન્ટમાં ઇલેકટેડ પ્રેસિડન્ટ ડો.સુધાકર જોનલગડ્ડાએ જણાવ્યું હતું
તેમણે આ તકે યોજાઈ ગયેલી 13 મી વાર્ષિક સમિટની સફળતાનો ઉલ્લેખ કર્યો કર્યો હતો તથા ભારતના લોકોને પોષાય તેવી કિંમતે આધુનિક ટેક્નોલોજી સાથેની આરોગ્ય સેવા મળી રહે તેવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
પ્રેસિડન્ટ સુરેશ રેડ્ડીએ સમિટમાં સેવા આપવા ઇચ્છુક મેમ્બર્સને નામ નોંધાવી દેવા અનુરોધ કર્યો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(8:58 pm IST)