એન. આર. આઈ. સમાચાર
News of Friday, 10th January 2020

ફરજીયાત ધર્માંતરણ ગેર ઇસ્લામી અને ગેરકાનૂની : પાકિસ્તાનની ઇસ્લામી વિચારધારા પરિષદનો અહેવાલ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં વસતા લઘુમતી હિંદુઓ તથા શીખોની યુવાન પુત્રીઓનું અપહરણ કરી ફરજીયાત ધર્માન્તર કરાવવાનું પગલું ગેર ઇસ્લામી અને ગેર બંધારણીય હોવાનું પાકિસ્તાની સંસ્થા  ઇસ્લામી વિચારધારા પરિષદએ જણાવ્યું છે.આ સંસ્થા સાંસદો તથા ધારાસભ્યોને સલાહ સૂચન આપવાનું કામ કરે છે.

તાજેતરમાં આ સંસ્થાની મળેલી મિટિંગમાં નક્કી થયા મુજબ તેઓ આ અંગે રાજકીય આગેવાનોને  જાગૃત કરશે જે મુજબ ફરજીયાત ધર્માન્તરને ઇસ્લામમાં સ્થાન નથી.તેમ છતાં જેઓ સ્વૈચ્છિક ધર્માન્તર કરવા માંગતા હોય તેમણે સરકારની મંજૂરી લેવી પડે તેવી ભલામણ કરી છે.એટલુંજ નહીં આવી ભલામણો મંજુર કરનાર કમિટીમાં પણ લઘુમતી કોમને પ્રતિનિધિત્વ આપવા જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાનએ પણ આ અગાઉ ફરજીયાત ધર્માન્તર ગેર ઇસ્લામી હોવાનું જણાવ્યું હતું .

(1:19 pm IST)