એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 13th December 2018

અમેરિકાના આસી. સેક્રેટરી ફોર સાઉથ એશિયન અફેર્સ તરીકે રોબર્ટ વિલીઅમ્સની નિમણુંક

વોશીંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ આસી. સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર સાઉથ એશિયન અફેર્સ તરીકે રોબર્ટ વિલીઅમ્સની નિમણુંક કરી છે. જેઓ પૂર્વ પ્રેસિડન્ટ બરાબ ઓબામાના સમયે નિમાયેલા સુશ્રી નિશા બિશ્વાસનું સ્થાન લેશે.

બરાક ઓબામાના પ્રેસિડન્ટ પદ દરમિયાન વિલીઅમ્સએ ડીફેન્સ ઇન્ટેલીજન્સ ઓફિસર ફોર સાઉથ એશિયા પદ ઉપર ૩ વર્ષ જવાબદારી સંભાળી હતી. તેમણે ત્યાર પહેલાના પ્રેસિડન્ટસના સમયમાં પણ વિવિધ ક્ષેત્રે કામગીરી બજાવેલી છે. તેઓને અફઘાનિસ્તાન એશિયાના દેશો અંગે પૂરતો અનુભવ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:40 pm IST)