એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 13th November 2019

અમેરિકાના એટલાન્ટામાં દિવાળી ઉત્સવ ઉજવાયોઃ ભારતના કોન્સ્યુલ જનરલ તથા ઇન્ડિયન અમેરિકન એશોશિએશનના સંયુકત ઉપક્રમે કરાયેલી ઉજવણીમાં ૪૦૦૦ ઉપરાંત લોકો ઉમટી પડયાઃ તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ તથા વિનામૂલ્યે ડીનરનું આયોજન કરાયુંઃ ભારતની સંસ્કૃતિનું નિદર્શન કરાવતા વિવિધતામાં એકતા દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

એટલાન્ટાઃ યુ.એસ.ના એટલાન્ટામાં ૨૬ ઓકટો-૨૦૧૯ના રોજ ભારતીયોનો લોકપ્રિય તહેવાર દિવાળી ઉત્સવ ઉજવાઇ ગયો. ઇન્ડિયન અમેરિકન એશોશિએશન તથા ભારતના એટલાન્ટા ખાતેના કોન્સ્યુલેટ જનરલના સંયુકત ઉપક્રમે ઉજવાયેલા ઉત્સવમાં ૪ હજાર જેટલા કોમ્યુનીટી મેમ્બર્સ ઉમટી પડયા હતાં. તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ તથા વિનામૂલ્યે ડીનરની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ તકે કોન્સ્યુલ જનરલ શ્રી ડો.સ્વાતિ કુલકર્ણીએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. ઉજવણીમાં જુદા જુદા દેશોના કોન્સ્યુલ જનરલ, સ્ટેટ રિપ્રેઝન્ટેટીવ્સ, સ્ટેટ સ્કુલ સુપ્રિડેન્ટન્ટ, સેનેટર, કાઉન્સીલર્સ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં. સાંસ્કૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં ભારતના જુદા જુદા પ્રાંતોની સંસ્કૃતિ દર્શાવતા વિવિધતામાં એકતા સમાન કાર્યક્રમો રજુ કરાયા હતા.

(8:20 pm IST)