એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 12th September 2018

અમેરિકાના ડલાસમાં નવનિર્મિત ગુરૂકુળમાં જન્માષ્ટમીની ઉજવણી

અમેરિકાના ટેકસાસ રાજયના ડલાસ શહેર ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ ગુરૂકુળમાં સંતોની હાજરીમાં યોજાયેલ જન્માષ્ટમી મહોત્સવની તસ્વીર.

રાજકોટ તા.૧૨: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ યુ.એસ.એ.-ડલાસ દ્વારા જન્માષ્ટમી ઉત્સવની ભકિતભાવ પુર્વક અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગુરુકુળનું નવું બિલ્ડીંગ બન્યા પછી આ પહેલો ઉત્સવ હતો. એટલે બધા હરિભકતોમાં ભારે ઉત્સાહ હતો. આ ઉત્સવના પ્રારંભમાં બાલ સંસ્કાર કલાસના બાળકો શિવમ શેલડીયા, માનત બાબરીયા વગેરે એ જન્માષ્ટમીના કિર્તનોનું ગાન કયુંર્ હતું. પૂજય ભગવતચરણ સ્વામી અને પૂજય હરિનિવાસ સ્વામીએ કૃષ્ણ જન્મોત્સવ પર પ્રવચન આપી ભગવાનની વિશેષ ભકિત કરવા પ્રેરિત કર્યા હતા. ત્યાગલ્લભ સ્વામીએ આ પ્રસંગે આર્શીવચન આપ્યા હતા.બાલ સંસ્કાર વર્ગોના બાળકોએ શ્રી કૃષ્ણપ્રાગટય, કાલીનાગ વધ અને કંસ પરાજય વિશે ૨૫ મિનિટની અદ્દભુત નૃત્ય નાટિકા  પ્રસ્તુત કરીને પ્રેક્ષકોને અભિભુત કરી દીધા હતા.

બાલ સંસ્કાર વર્ગનો પહેલો દિવસ હતો. નવા શૈક્ષણિક વર્ષ માટે આશરે ૧૦૦ બાળકોની નોંધણી થઇ હતી. પ્રથમ વાર ગુરુકુળ આવેલા ઘણાં માતાપિતાએ તેમના બાળકોને બાલ સંસ્કાર વર્ગમાં પ્રવેશ અપાવવા માટે રસ દર્શાવ્યો હતો. આશરે ૭૫૦ હરિભકતો સત્સંગ સભામાં જોડાયા હતા અને પ્રસાદનો લાભ લીધો હતો. ત્યાર પછી ભાવિકો ભકતોએ રાસનો આનંદ માણ્યો હતો.

યુવા ટીમના શ્યામ ગજેરાએ ફુડ ડ્રાઇવ અને હેલોવીન ફેસ્ટિવલ માટેની ભવિષ્યની યોજના ઉપર રજુઆત કરી હતી.

અજયભાઇ શેલડિયા, જયમીનભાઇ પટેલ, નિશાંતભાઇ પટેલ, મુકેશભાઇ બાબરીયા, પરેશભાઇ કાનપરીયા વગેરે ભકતોએ પાર્કિંગ વિભાગમાં તેમની સેવાઓ પુરી પાડવી. વરસતા વરસાદમાં ખુલ્લામાં સેવા કરી તેમને બધાનો રાજીપો જીતી લીધો હતો.

રીશી વિરાણ, જીગ્નેશ માંગરોલિયા, ચિંતન વોરા, શ્રેયાંશ સાકરીયા અને પાર્થ મીરાની છોકરાઓના વર્ગો માટે તેમની સેવાઓ પુરી પાડે છે નિમિષા વિરાણી, અમિ પટેલ, આરુલ પટેલ, દિક્ષા ઝીંઝુવાડિયા, નીકિતા ખેર, કલ્પનાબેન મીરાણી વગેરે કન્યા વર્ગો માટે તેમની સેવાઓ પુરી પાડે છે. ભકિત મહિલા મંડળના બહેનોએ ખંતપુર્વક પુરી બનાવવાની સેવા આપી હતી.

(3:46 pm IST)