એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 11th September 2018

યુ.એસ.માં કેલિફોર્નિયા સ્‍ટેટ યુનિવર્સિટી,ફુલર્ટોનમાં જૈન સેન્‍ટર ઓફ એકેડેમિક એજ્‍યુકેશન શરૂ કરાયું: ભાવિ પેઢીને જૈન ફિલોસોફીથી વાકેફગાર કરવાનો હેતુ

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં કેલિફોર્નિયા સ્‍ટેટ યુનિવર્સિટી ફુલર્ટોનમાં જૈન સેન્‍ટર ઓફ એકેડેમિક એજ્‍યુકેશન શરૂ કરાયું છે. જયાં ભગવાન શાંતિનાથ લેકચરશીપ શરૂ કરાશે.

૨૬ ઓગ.થી શરૂ થયેલા આ સેન્‍ટર માટે ૩ જૈન દાતા પરિવાર નિમિત બન્‍યા છે. જેમાં ડો.મીરા તથા જસવંત મોદી ડોકટર દંપતિ, સુશ્રી રિટાબેન તથા ડો.નરેન્‍દ્ર પાર્સન, તથા સુશ્રી ઉષાબેન અને શ્રી મહેશ વાઢર દંપતિનો સમાવેશ થાય છે જેઓએ પાંચ વર્ષ સુધી દર વર્ષે ૩૦ હજાર ડોલર આપવા વચન આપ્‍યુ છે.

ડો.નિતિન શાહના અધ્‍યક્ષ સ્‍થાને ૨૬ ઓગ.ના રોજ યોજાયેલા સમારોહ દીપ પ્રાગટય તથા પ્રાર્થના સાથે ખુલ્લો મુકાયો હતો. બાદમાં ઉદબોધનો કરાયા હતા. જે અંતર્ગત ભાવિ પેઢીને જૈન ફિલોસોફીથી વાકેફગાર કરવાની નેમ વ્‍યક્‍ત કરાઇ હતી.

(11:14 pm IST)