એન. આર. આઈ. સમાચાર
News of Monday, 10th September 2018

અમેરિકામાં કાયમી વસવાટ અપાવતા EB-5 વીઝા મેળવવા માટે કરવાનું થતું રોકાણ ડીસેં.૨૦૧૮ સુધી યથાવત રહેવાની શકયતાઃ હાલમાં કરવાના થતા પાંચ લાખ ડોલરના રોકાણમાં વધારો થવાની શકયતા ન હોવાનું જણાવતા અમેરિકન કોંગ્રેસમેન આરોન સ્કોક

વોશીંગ્ટનઃ યુ.એસ.નું ગ્રીન કાર્ડ અપાવતા EB-5 વીઝા મેળવવા માટે કરવાના થતા રોકાણમાં ડીસેં.૧૮ સુધી વધારો થવાની શકયતા નથી. તેવું યુ.એસ. કોંગ્રેસમેન આરોન સ્કોકએ તાજેતરમાં જણાવ્યું છે.

હાલમાં અમેરિકામાં કાયમી વસવાટ માટે અપાતા EB-5 વીઝા મેળવવા પ લાખ ડોલરનું રોકાણ કરવાનું રહે છે તથા ૧૦ લોકોને રોજગારી મળે તેવી વ્યવસ્થા કરવાની રહે છે. દર ૩ મહિને નક્કી થતી પોલીસી મુજબ સપ્ટેં.ના અંતમાં આગામી ૩ માસ માટે રોકાણમાં વધારો કરવાની શકયતા જણાતી નથી.

ઉલ્લેખનીય છે કે EB-5 વીઝા મુજબ દર વર્ષે ૧૦ હજાર વિદેશી રોકાણકારોને અમેરિકાનું ગ્રીન કાર્ડ આપી કાયમી વસવાટની સુવિધા આપવામાં આવે છે. જે કવોટા દરેક દેશ દીઠ સાત ટકાનો છે.જે અંતર્ગત તેનો લાભ લેતા વિદેશીઓમાં ભારત ત્રીજા ક્રમે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:18 pm IST)