એન. આર. આઈ. સમાચાર
News of Monday, 10th September 2018

હોટલ - બોટલથી બચજો : અમેરિકામાં અન્નકુટ પ્રસંગે દેવસ્વામીનો અનુરોધ

અમેરિકાના ન્યુજર્સી રાજ્યના પરામર્શ શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા દેવકૃષ્ણદાસજી સ્વામી, લક્ષ્મીનારાયણદાસજી સ્વામી અને દેવપ્રસાદદાસજી સ્વામીની હાજરીમાં અન્નકુટ યોજાયેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૧૦ : અમેરિકા ખાતે ન્યૂ જર્સી રાજયના પરામર્શ શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ માં આજે ૧૦૮ મહાપુજા કરાઈ. તથા ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવેલ.  શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા શ્રી લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી તથા શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા શ્રી રાધા-કૃષ્ણ દેવ તેમજ શ્રી વિઘ્ન વિનાયક દેવ તથા શ્રી કષ્ટભંજન દેવ ના પાંચમા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે ૧૦૮ ઉપરાંત મહાપૂજાનું આયોજન કરવામાં આવેલ રાજકોટના ભૂદેવ શ્રી કિશોરભાઈ દવે મહારાજે વિધિવત પૂજા કરાવેલ હતી.

સવારના સાડા સાત થી ૧૦ વાગ્યા સુધી આ મહાપૂજા કરવામાં આવેલ જેમાં પ્રથમ ગણપતિ પૂજન લક્ષ્મી પૂજન તથા સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રવર્તાવેલ મહાપુજા મા મુકતો તથા સંતોનું આહ્વાન તથા પુજન કરવામાં આવેલ.

અત્રેના પરામર્શ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ના ભકિત મહિલા મંડળના બહેનો એ સ્વહસ્તે પવિત્ર પણે પોતાના ઘરે ભકિતભાવથી બનાવેલ ૧૫૦ ઉપરાંત વાનગીઓ ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવેલ. સંતોએ ભગવાનના થાળ ના પદોનું ગાન કરેલ. અન્નકૂટ મહિમા અંગે મધુસુદનદાસજી સ્વામીએ તેમજ શા સ્ત્રી શ્રી કૃષ્ણ દાસજી સ્વામી તથા શ્રી નારાયણ પ્રસાદ દાસજી સ્વામીએ કથાવાર્તા કરેલ.

ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી એ અન્નકૂટ ની આરતી ઉતારેલ. તેઓઅ મહોત્સવના યજમાનોને હાર પહેરાવી શુભ આશીર્વાદ પાઠવેલ.

આ પ્રસંગે અહીં ગુરુકુળના પરિસરમાં પંચ કુંડી શ્રી મહાવિષ્ણુયાગ આયોજન કરવામાં આવેલ ભારતથી લાવેલ પવિત્ર વિવિધ ઔષધિઓ તેમજ બીજી હોમવા માટેની સામગ્રી ઓ દ્વારા યજમાનોએ અગ્નિ નારાયણને આહુતિઓ આપેલ આ પ્રસંગે યુવતી મંડળ તથા મહિલા મંડળ દ્વારા કેવળ બહેનો માટેના જ મહિલા મંચનું આયોજન કરવામાં આવેલ. દેવકૃષ્ણદાસજી સ્વામી એ શીખ આપતા કહેલું કે અમેરિકાની ભૂમિમાં ભજન કરવું સહેલું છે અહીં કોઈ નડતરરૂપ થતું નથી પરંતુ જો ધ્યાન ન રાખે તો બગડી જતાં પણ વાર લાગે તેમ નથી માટે સારા ભગવાનના ભકતનો સજ્જન પુરુષોનો સંગ રાખવો અને હોટલ બોટલ કેબલ અને ટેબલ કહેતા જુગાર કેસિનો થી બચવું અને સંતાનોને પણ તેથી દૂર રહેવાના સંસ્કાર આપવાનો અનુરોધ છે.

(12:08 pm IST)